પિતાની સાઈકલ રિપેર કેબિનથી ડીડીઓ બનવા સુધી સફર ખેડી, જુના મિત્રોએ સ્કૂલની ફી ભરી કરાવ્યો છે અભ્યાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 11:14:01
  • Views : 326
  • Modified Date : 2020-11-27 11:14:01

    સુખી-સંપન્ન પરિવારના સંતાનોને જ પોતાના જીવનમાં સારી કારકિર્દી ઘડવાની તક રહેતી હોય છે તેવી ખોટી માન્યતા કેટલાકના મનમાં ઘર કરી ગઈ હોય છે.ખરેખર તો નબળી સ્થિતિ ધરાવતાં કુટુંબોમાંથી પણ સંતાનો સફળ થતાં હોય છે. તેનું જીવંત ઉદાહરણ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બર્નવાલ છે. તેમણે પિતાની સાઈકલ રિપેર કેબિનથી શરૂ કરી ડીડીઓ બનવા સુધીની સફર ખેડી છે.

    રાષ્ટ્રીય સ્તરે સ્ટીલ મંત્રાલય દ્વારા તાજેતરમાં તેમની જીવનગાથા અન્યને પ્રેરણા મળે તે માટે વિડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.જેમાં બોર્ડની પરીક્ષા અને પિતાજીનું નિધન,ત્યારબાદ આર્થિક કટોકટી વચ્ચે અભ્યાસ કરવો કે સાઈકલ રિપેરની કેબિન સંભાળવી તે પ્રશ્ન સર્જાયો, પરિવારે ચિંતા મુક્ત થઈ ભણવાની અનુમતિ આપી તેમજ મિત્રો, પરિચિતોએ ફીની વ્યવસ્થા કરી જેવી સંઘર્ષમય કારકિર્દી બતાવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News