રાજ્યના 77 IAS અધિકારીઓની બદલીઓ, અનેક કલેક્ટર,DDO, મ્યુનિસિપલ કમિશ્નર બદલાયાં, શિક્ષણમાંથી અંજુ શર્માને હટાવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 13:06:48
  • Views : 544
  • Modified Date : 2021-06-19 13:06:48

     ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ રાજ્યના વહિવટી તંત્રમાં મોટાપાયે ફેરફારોનો દોર શરુ થયો છે. જેમાં આજે 77 IAS અધિકારીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી.હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણુંક, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી કરવામા આવી છે.

    IAS અંજુ શર્માન શિક્ષણમાંથી રોજગાર વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાત ST નિગમના MD S.J. હૈદરને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ છે. તે ઉપરાંત રાજકોટ કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ તરીકે આશિષ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર તરીકે વરુણ કુમાર બરણવાલ અને PGVCL ના MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.

    તાજેતરમાં 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. મહેસાણા કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે અને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.

    કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકારે હાલ સરકારી અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજ્યના બે IAS અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂંક કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 9 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં રાજ્યના બે જિલ્લાઓમાં કલેક્ટરની પણ બદલી કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં DDOની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. હવે તેમના સ્થાને કલેકટર તરીકે એચ.કે કોયા જવાબદારી સંભાળશે. IAS એચ.કે કોયા હાલમાં સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આવી જ રીતે IAS એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં હરજીભાઈ કે. વઢવાણિયા તેનો એડિશનલ ચાર્જ સંભાલી રહ્યા હતા.


Download Our B K News Today App



Related News