એક મહિનામાં જ TDOની બદલી : ડીસા તાલુકા વિકાસ અધિકારી એ.એમ.પંડ્યાને એક મહિનાની અંદર ટૂંક સમયમાં જ બદલી દેવાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-20 19:13:11
  • Views : 438
  • Modified Date : 2022-10-20 19:13:11

 

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ચીટનિશ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકામાં તાજેતરમાં જ મુકાયેલા ટીડીઓ એ.એમ.પંડ્યાની એક મહિનાની અંદર જ બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ટીડીઓ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડીસા ટીડીઓ તરીકે ગ્રામ વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા કુ. રુબીસીંગ નિશાંતસિંહ રાજપુતને મુકવામાં આવ્યા છે. જ્યારે ડીસા ટીડીઓ તરીકે તાજેતરમાં જ ત્રણ અઠવાડિયા અગાઉ મુકાયેલા એ.એમ.પંડ્યાને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આમ ડીસામાં ટૂંક જ સમયમાં ટીડીઓની બદલી થતા અનેક તર્ક થઈ રહ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News