રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 16:52:58
  • Views : 169
  • Modified Date : 2022-10-12 16:52:58

    રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મુકવામા આવ્યા છે.રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ પોલીસ બેડામાં બદલીઓના દોર શરૂ થયા છે. ત્યારે લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને પણ પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના આઠ બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલી કરાઇ છે.વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંઘએ શહેરના 8 બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલીના આદેશ કર્યા છે. જેમાં લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા સાત પીઆઇને પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ છે. તો એક પીઆઇને પોલીસ સ્ટેશનમાંથી લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયા છે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે દશેરાની પૂર્વ સંધ્યાએ ગંજીપો ચીપીને જિલ્લાનાં 13 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ખાતાકીય પરીક્ષા પાસ કરીને બઢતી મેળવનાર પાંચ પીએસઆઇને પણ પોલીસ મથકોમાં નિમણુંક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવતી લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2 નાં બંને પીઆઈની જામનગર અને જુનાગઢ બદલી થતાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં કોની નિમણુંક થાય છે એના પણ સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે ડીવાયએસપી એમ કે રાણા વય નિવૃત થતાં ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ડી એસ પટેલે પણ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.અગાઉ અમદાવાદમાં 13 પીઆઈને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું, જેમાં એસ.જે. ભાટીયાને નરોડા, બી.ડી. ગોહિલને રાણીપ, એ.ડી. ગામીતને કંટ્રોલ રૂમ, ડી.બી.પટેલને સાયબર ક્રાઈમ, વી.જે.ફર્નાન્ડીસને ટ્રાફિક, પી.એચ.ભાટીને ગાયકવાડ હવેલી ફસ્ટ, પી.બી.ઝાલાને ટ્રાફિક, કે.પી.સોરઠીયાને સાયબર ક્રાઈમ, બી.એમ.પટેલને કૃષ્ણનગર, સી.જી. જોશીને વાડજ, એમ.ડી.ચંપાવતને સ્પેશિયલ બ્રાંચ, પી.બી.દેસાઈને સ્પેશિયલ બ્રાંચ, પી.વી.વાઘેલાને શાહપુરમાં જ્યારે વાડજના બી.એલ.વડુકરને નારણપુરા, નરોડાના કે.વાય.વ્યાસને સેટેલાઈટ, કૃષ્ણનગરના એ.જે.ચૌહાણને કાલુપુર ફસ્ટ તેમજ ગાયકવાડ હવેલીના આર.એચ.સોલંકીને કંટ્રોલ રૂમમાં મૂકાયા છે.

 

Download Our B K News Today App



Related News