ફસાયેલા લોકોની અવર જવર માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 17:49:39
  • Views : 549
  • Modified Date : 2020-05-01 17:51:00

દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થી, પ્રવાસીઓ તથા અન્ય લોકોને અવર જવર માટે કેન્દ્ર સરકારે વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ પીએસ શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજ્ય સરકારે આના માટે રેલવે બોર્ડ સાથે સંપર્ક કરીને પ્લાન તૈયાર કરી લે. ટ્રેનમાં અવર જવર દરમિયાન સોશ્યલ ડિસ્ટેસીંગના નિયમોનું પાલન કરવું પડશે. મંત્રાલયે રાજ્યોને એ પણ આદેશ આપ્યો છે કે તે બોર્ડર પર ટ્રકને બિલકુલ ન રોકે. ભલે તે ખાલી ટ્રક જ કેમ ન હોય. આવા ટ્રક માટે કોઈ સ્પેશ્યલ પાસ નહીં હોય.દેશમાં કોરોનાને અટકાવવામાં ખાસ્સી સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1993 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 564 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 8888 સંક્રમિતોને સારવાર બાદ ઘરે મોકલાયા છે. રિકવરી રેટ 25.37 ટકા થયો છે. ગુરુવારે આ દર 25.19 ટકા હતો. 130 જિલ્લામાં 3 મે બાદ પણ સખતાઈથી વર્તાશેકેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને જણાવ્યું કે, દેશના રાજ્યોના અલગ અલગ જિલ્લાઓનેરેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. મંત્રાલયે કોરોનાના કેસની સંખ્યા, ડબલિંગ રેટ અને ટેસ્ટના હિસાબથી જિલ્લાઓની નવી યાદી બનાવી છે. 130 જિલ્લા રેડ ઝોનમાં છે. 284 જિલ્લા ઓરેન્જ અને 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. રેડ અને ઓરેન્જ ઝોનમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમનું ફોકસ છે. ખાસ કરીને રેડ ઝોન વાળામાં 3 મે બાદ પણ કડકાઈ રાખવામાં આવશે જેથી સંક્રમણ ફેલાવાથી અટકાવી શકાય. 75 હજાર વેન્ટીલેટર જોઈએ, અત્યારે માત્ર 19 હજાર ઉપલ્બ્ધ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશની હોસ્પિટલમાં મેડિકલ સપ્લાઈ વધારવામાં આવી રહી છે. વેન્ટીલેટર્સ, ઓક્સિજન, ઓક્સિજન સિલિન્ડર, પીપીઈ કીટ, N-95 માસ્ક,ડાયગ્નોસ્ટિક કીટ વગેરેની આપૂર્તિ વધારવામાં આવી રહી છે. અમારા માટે આમા ઘણા નવા પડકાર સામે આવી રહ્યા છે કારણ કે આ મેડિકલ ઉપકરણોની માંગ આખી દુનિયામાં છે. 

Download Our B K News Today App



Related News