તાલીમ શિબિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 11:00:46
  • Views : 206
  • Modified Date : 2022-05-08 11:00:46

 

 પ્રસૂતિ દરમ્યાન થતાં માતા મૃત્યુદરને અટકાવવા માટે સરકાર દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.. જે અંતર્ગત આજે ડીસાની તાલુકા હેલ્થ કચેરી ખાતે પણ ફિમેલ હેલ્થ વર્કર માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ડીસા તાલુકાની ફિમેલ હેલ્થ વર્કર ઉપસ્થિત રહી હતી.. ફિમેલ હેલ્થ વર્કરને પ્રસૂતિ દરમ્યાન સગર્ભા મહિલાને કેવા પ્રકારની સારવાર આપવી અને મહિલાઓના થતાં મૃત્યુ અંગે ક્યાં ક્યાં ખાસ પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. જેમાં મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા ઉપરાંત પ્રસૂતિ દરમ્યાન કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી તે અંગે સમાજ આપવામાં આવી હતી. તાલીમ શિબિર યોજવાનો મુખ્ય ઉદેશ્ય પ્રસૂતિ દરમ્યાન થતાં માતામરણને અટકાવવાનો હતો.. 

Download Our B K News Today App



Related News