મુડેઠા હાઈવે રોડ પર ખાડાના કારણે ટ્રેલર પલટાયું : સદનસીબે જાનહાનિ ટળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:28:13
  • Views : 316
  • Modified Date : 2021-09-26 11:28:13

     ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક  ડીસા તરફથી ગાંધીધામ તરફ જઈ રહેલ ટ્રેલર ખાંડામા ખાબકતાં પલટાયું હતું. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામ પાસે પડેલા ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ખાડાઓ દેખાતા નથી જેના કારણે અત્યાર સુધી અનેક મોટા હેવી વાહનો ખાડાઓનો અકસ્માતમાં ભોગ બન્યા છે. ત્યારે આવો એક વધુ અકસ્માત મુડેઠા પાસે ખાડામાં ટ્રેલર ગાડી ખાબકતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલર ડીસાથી ગાંધીધામ તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક મુડેઠા ગામ નજીક ટ્રેલર નો ટાયર ખાડામાં આવી જતા ટ્રેલર પલટી જવા પામ્યું હતું.જેથી ટ્રેલરથી કન્ટેનર અલગ પડીને હાઈવે રોડ પર ખાબકયુ હતું. અકસ્માતમાં આજુબાજુ બીજા કોઈ વાહનો હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી ઉલ્લેખનીય છેકે નેશનલ હાઇવે નં 27 પાલનપુર થી સ્યામયારી રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે જેને લઇને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે ખાંડા પુરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.

Download Our B K News Today App



Related News