ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનની ડિટેલ પહેલાં આપવી પડશે, પ્લાનના હાલના ગ્રાહકોની સંખ્યા પણ જણાવવી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 15:44:23
  • Views : 439
  • Modified Date : 2020-12-05 15:44:23

    TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોની સામે રજૂ કરાતા પ્લાન અથવા ખાસ વર્ગ માટેના પ્લાનની વિસ્તૃત જાણકારી આપવાનો આદેશ કર્યો છે.TRAIએ આ આદેશ ઉચ્ચતમ ન્યાયાલયના આ સંબંધમાં ટેલિકોમ કંપનીઓને આદેશના કેટલાક અઠવાડિયાંની અંદર આવ્યો છે. TRAIએ કંપનીઓને 15 દિવસની અંદર જાણકારી આપવા માટે કહ્યું છે. કંપનીઓએ તમામ સર્કલની વિસ્તૃત માહિતી જાન્યુઆરી,2020થી નવેમ્બર 2020 સુધી અલગ અલગ પ્લાનની માસિક જાણકારી આપવાની રહેશે.ટેલિકોમ કંપનીઓએ આ પ્લાનથી જોડાયેલા નિયમ-શરતો, ચાર્જ, ટેરિફ પ્લાનનું નામ, સમયગાળા સહિતની જાણકારી આપવી પડશે. TRAIએ કંપનીઓને દરેક પ્લાનના હાલના ગ્રાહકોની સંખ્યા જણાવવા માટે પણ કહ્યું છે.TRAIના સપ્ટેમ્બર 2020ના રિપોર્ટ પ્રમાણે, મધ્યપ્રદેશ-છત્તીસગઢના સર્કલમાં સૌથી વધારે ગ્રાહકો જોડાયા છે. આ સર્કલમાં રિલાયન્સ જિયો પ્રથમ સ્થાને છે. રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરમાં જિયોના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 7.53 કરોડથી વધી 7.57 કરોડ થઈ ગઈ છે. આ વધેલી સંખ્યા તમામ સર્કલ કરતા વધારે છે.


Download Our B K News Today App



Related News