કોઇટા બસ સ્ટેન્ડ ઉપર રસ્તામાં ખાડાઓથી વાહન ચાલકો ત્રાહીમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 12:40:46
  • Views : 418
  • Modified Date : 2019-09-12 12:40:46

પાટણ અને ડીસાને જોડતા રસ્તા ઉપર કોઇટા ગામ આવેલ છે અને આ ગામના બસ સ્ટેન્ડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અને તેમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે ખાડાઓ ના દેખાતા અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે તેમજ નાના વાહનોના ચાલકોને અનેકવાર હોÂસ્પટલમાં જઇ જવા પડયા છે અને તે બાબતે વારંવાર માર્ગ અને મકાન વિભાગ પાટણને રજુઆત કરવા છતાં સમારકામ ન થતુ હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
પાટણ અને બનાસકાંઠાના વેપારીઓ માટે ડીસા શહેર
વેપારી મથક ગણાય છે અને
પાટણ અને ડીસાના વેપારીઓ તેમજ અન્ય લોકો પણ આ બન્ને શહેરોથી જોડાયેલા હોવાથી આ રસ્તા ઉપર વધુમાં વધુ ટ્રાફિક રહે છે. પરંતુ આ મુખ્ય હાઈવે માર્ગ પર આવેલા કોઇટા ગામ પાસે છેલ્લાં કેટલાંય સમયથી રસ્તો ટુટી ગયેલ હતો અને
તાજેતરમાં પડેલા વરસાદના કારણે રોડ વધુ તૂટી જતા ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. જેને લઇ અકસ્માત થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વરસાદી માહોલમાં આ ખાડાઓમાં પાણી ભરાઇ જવાના કારણે વાહન ચાલકોને આ ખાડાઓ દેખાતા હોતા નથી. જેના કારણે નાની  ગાડીઓ વાળાની ગાડીઓ આ ખાડામાં ફસાઇ જતી હોત છે અને તેમને નુકસાન પણ થતુ હોય છે. ત્યારે બીજી તરફ બાઇક સવારો પણ આ ખાડાના ભોગ અનેકવાર બની રહ્યા છે અને જ્યારે વરસાદ હોય ત્યારે આ લોકો ખાડાઓમાં પડતા લોકોને હોસ્પીટલ લઇ જવા પડતા હોય છે. આ અંહે મગનજી ઠાકોરે જણાવેલ કે અમોએ ગ્રામજનો દ્વારા અનેકવાર પાટણ માર્ગ અને મકાન વિભાગને લેખીત રજૂઆતો કરવામાં આવેલ છે. તેમ છતાં અમારી વ્યથા કોઇ શાંભળતુ નથી અને આ રસ્તાઓ રીપેર થતા નથી માટે અમો હવે આ બાબતે કલેકટરને લેખીતમાં આવેદનપત્ર આપવાના છીએ.

Download Our B K News Today App



Related News