થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : પાંચના ઘટનાસ્થળે કરૂણ મોત, 3 ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:20:38
  • Views : 287
  • Modified Date : 2022-01-17 12:20:38

 

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાત્રી દરમિયાન મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક માસુમ જિંદગીઓ મોતને ભેટી છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે

 

- થરાદ-ધાનેરા રોડ પર સર્જાયો અકસ્માત

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ ધાનેરા હાઇવે પર પાવડાસન પાટિયા નજીક ટ્રેકટર પાછળ અલ્ટો ગાડી ઘુસી જતા ઘટના સ્થળે જ  5લોકો ના મોત નિપજ્યા હતા.થરાદ તાલુકાના ખેડાથી પરિવારના સભ્યો મોડી રાતે પોતાના ઘરે ભાખડીયાલ જઇ રહ્યા હતા તે દરમિયાન પાવડાસન પાટિયા પાસે રોડ પર જઈ રહેલા ટ્રેક્ટરને ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ ઠાકોર પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ટ્રેક્ટરમાં બેસેલ મજૂર નું મોત નીપજ્યું હતું.. જ્યારે 3 ઘાયલો ને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા..

મૃતકો ના મૃતદેહ ને પી એમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

- પોલીસ ઘટના સ્થળે

 

થરાદ ધાનેરા રોડ પર અકસ્માત સર્જાતા ગેમરાજી જુમાજી, ટીપુંબેન ભમરજી, શૈલેષભાઇ ભમરાજી, રમેશભાઈ બળવંતજી અને અશોકભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ તાત્કાલિક પોલીસ મથકે કરી હતી ધાનેરા અને થરાદ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News