મોરબીમાં ગમખ્વાર અકસ્માત, પેસેન્જર ભરેલી કાર નદીમાં ખાબકી, વૃદ્ધાનું કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 13:22:22
  • Views : 238
  • Modified Date : 2022-04-23 13:22:22

 

મોરબીના માળીયા મિયાણા નજીક કાર નદીમાં ખાબકી 

મચ્છુ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકી 

કાર નદીમાં પડતા વૃદ્ધાનું નિપજ્યું મોત 
 

મોરબીમાં એક ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મચ્છુ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું. મહત્વનું છે કે  વધારે ભાડુ મળે તેના ચક્કરમાં ઘણીવાર વાન ચાલકો વધારે પેસેન્જર ભરતા હોય છે. તેમાં પણ પાછા ઘણા લોકો તો બેફામ કાર હંકારતા હોય છે. પરિણામે  સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાય છે. ત્યારે મોરબીમાં પણ માળિયા મિયાણા નજીક કાર નદીમાં ખાબકી.

પેસેન્જર ભરેલી કાર નદીમાં ખાબકી
 
માળીયા મિયાણા નજીક આવેલા મચ્છુ નદીના બેઠા પુલ ઉપરથી પેસેન્જર ભરેલ ઇકો કાર નદીમાં ખાબકી હતી.  જેમાં કારમાં સવાર વૃદ્ધાનું મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ  મોરબી નજીક આવેલ મચ્છુ – 3 ડેમ બાયપાસ રોડના કારણે ખાલી કરી દેવામાં આવ્યો હોવાથી  માળીયા મિયાણાના બેઠા પુલ ઉપર છલોછલ પાણી ભરેલુ છે .  આવી સ્થિતિમાં  કાર પુલ પરથી પસાર થતા  નદીમાં ખાબકી હતી. 

 

60 વર્ષીય વૃદ્ધાનું મોત

અકસ્માતમાં કારમાં બેઠેલા હલીમાબેન નૂરમામદભાઈ કાજી નામના 60 વર્ષના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.  જ્યારે અન્ય પેસેન્જરોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

 

 

Download Our B K News Today App



Related News