છ વર્ષના માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-04 18:11:58
  • Views : 53
  • Modified Date : 2025-05-04 18:11:58

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં શ્રમિક પરિવારમાં કરુણા જનક ઘટના બની છે, અને છ વર્ષના માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા ખેડૂત શિવાભાઈ મેઘજીભાઈ રાણપરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા વિજયસિંહ માનસિંહ ગણાવા નામના ૩૯ વર્ષના પર પ્રાંતિય શ્રમિકના છ વર્ષના પુત્ર મેહુલ કે જે પાણીની કુંડીમાં પાણી પીવા માટે ગયો હતો, જે દરમિયાન અકસ્માતે કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો.

 જેને બેશુદ્ધ અવસ્થામાં કુંડીમાંથી બહાર કાઢીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે બાળકના પિતા વિજયસિંહ ગણાવા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મૃતદેહનો કબજાે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News