પાલનપુરના ગઢ ખાતે એક યુવકે શ્વાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં શ્વાનનું કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-01 12:28:24
  • Views : 224
  • Modified Date : 2022-05-01 12:28:24

પાલનપુરના ગઢ ખાતે એક યુવકે શ્વાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરતાં શ્વાનનું કરૂણ મોત

 

પાલનપુરના ગઢ ખાતે શ્વાન પર લાકડી અને ધોકા વડે માર મારતાં એક શ્વાનનું કરૂણ મોત નીપજયું હતું..ગામના જ ઇસમો દ્વારા શ્વાન ની હત્યા કરાતાં જાગૃત નાગરિક દ્વારા ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

 

જીવદયા પ્રેમીઓ માં આક્રોશ ભભુકી ઉઠતાં ચારેકોર ફિટકાર.

 

પાલનપુર તાલુકાના ગઢ ગામમાં રહેતા(૧)ચમનભાઈ રામજીભાઈ રૂનીયા (૨) ખેમાભાઈ હીરાભાઈ ભાટિયા આ બંને ઈસમોએ શેરીમાં વસવાટ કરતા અબોલા મૂંગા શ્વાનને 21/04/2022 ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાની આજુબાજુ વગર વિચારે ક્રુરતાપુર્વક લાકડીઓ ફટકારી માર મારતાં એક શ્વાનુનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે સમગ્ર ઘટના ફરિયાદી ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાએ બીજા દિવસે ગઢ પોલીસ મથકમાં જાણ કરી હતી.ત્યારે ગઢ પોલીસે આ બનાવ અંગે ભીખાભાઇ ભાટીયાની ફરિયાદ નોંધી આ બંન્ને ઇસમો વિરુદ્ધ એનિમલ એક્ટ મજબ આઇ.પી.સી 429,114,11(1)L,119 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વધુ માં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે આવી રીતે મુંગા પ્રાણીઓ ઉપર ક્રુરતાપુર્વક હુમલો કરનાર આવા ઇસમો સામે સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી.

Download Our B K News Today App



Related News