પાલનપુર એસબીપુરા પાટિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : અકસ્માતમાં 3 વ્યક્તિઓ સહિત પશુઓના પણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 11:57:22
  • Views : 302
  • Modified Date : 2022-07-06 11:57:22


પાલનપુર એસબીપુરા પાટીયા પાસે રાજસ્થાન થી ઘેટાં- બકરા ભરીને આવી રહેલ ટ્રક ચાલકે આગળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ટ્રકમાં ભરેલા ઘેટાં-બકરાઓના પણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પીએમ અર્થે મોકલી હતું તપાસ હાથ ધરી હતી.

- પાલનપુર એસબીપુરા પાટિયા પાસે સર્જાયો અકસ્માત

- 2 ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

- રાજસ્થાનથી આવી રહેલ ટ્રકમાં ભરેલા 20 ઘેટાં-બકરાના મોત

- અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા

- બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો


       સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગે અકસ્માતોનું કારણ મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે સતત નાના મોટા અકસ્માતો સર્જાતા અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.ત્યારે પાલનપુર છાપી નેશનલ હાઇવે પર છેલ્લા એક વર્ષમાં અનેક અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકો મોતને ભેટતા અનેક પરિવારો રજલ્યા છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે દિવસે અને ખાસ કરીને રાત્રિના સમયે પુરપાટ ઝડપે ચાલતા મોટા હેવી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

-પાલનપુર એસબીપુરા પાસે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતો વચ્ચે આજે ફરી એકવાર પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં બે ટકો સામસામે આવી જતા ગમખ્વાર અકસ્માત ચર્ચા હતો આ સમગ્ર અકસ્માતની ઘટના જોઈએ તો રાજસ્થાનથી ઘેટા બકરા ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક ચાલકે આગળ જઈ રહેલ ટ્રક ચાલકને ટક્કર મારતા પાલનપુર એસબીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત સર્જાતા ટ્રકમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે રાજસ્થાનથી ઘેટાં બકરા ભરીને અમદાવાદ જઈ રહેલ ટ્રકમાં ભરેલા 20થી વધુ ઘેટાં-બકરાના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે વાત તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકમાંથી મૃતકોને રાતને બહાર નીકળી એ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર હાઇવે બન્યો ગોઝારો


     પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પાલનપુર થી છાપી વચ્ચે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકો મોતને પણ પીટ્યા છે બે દિવસ અગાઉ છે છાપી પાસે સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જે બાદ આજે વધુ એક એસબીપુરા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોતથી સમગ્ર પંથકમાં બહેનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત કર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં લોકોના મોતથી સ્થાનિક લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે આ પોલીસ દ્વારા હેવી વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અકસ્માત અટકી શકે તેમ છે.


 


Download Our B K News Today App



Related News