ડીસાના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર બે ટ્રકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:25:18
  • Views : 5026
  • Modified Date : 2022-06-01 11:25:18

 

 

બનાસકાંઠામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા. અકસ્માતગ્રસ્ત ટ્રેલરમાંથી ડીસા પોલીસે પાંચ કલાક સુધી ક્રેનની મદદથી રાહત કામગીરી કરી ફસાયેલી લાશને બહાર કાઢી હતી.

 

બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે હાલ લોહિયાળ સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે અકસ્માતમાં મોત ની પણ સંખ્યા સતત વધી રહી છે વારંવાર સર્જાતા અકસ્માતમાં મોતથી અનેક પરીવારોને પોતાના સભ્ય ખોવાનો વારો આવ્યો છે. ત્યારે નેશનલ હાઈવે પર સર્જાતા અકસ્માતોને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ વધારવામાં આવે અને બેફામ ગતિએ વાહનો ચલાવતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો ને અટકાવી શકાય તેમ છે.

 

- ડીસાના ઓવરબ્રીજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

 

ડીસામાં એલિવેટેડ બ્રિજ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તરફથી આવી રહેલ પથ્થર ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું તે સમયે ધાનેરા તરફથી આવી રહે જીરું અને ઇસબગુલ ભરેલ ટ્રક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડી ના કેબીન નો કચ્ચરઘાણ વળી ગયો હતો ટ્રેલર માં પથ્થરની અને કેબીન વચ્ચે ફસાઇ જતા  ચાલક અને ક્લિનર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ટ્રક માં બેઠેલા બે લોકોને નાની મોટી ઇજા થતાં આબાદ બચાવ થયો હતો.

 

- પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા રાહતની કામગીરી શરૂ કરાઈ

 

  બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને સતત પાંચ કલાક સુધી ક્રેન ની મદદથી રાહત કામગીરી કરી ટ્રેલર ના કેબીન માં ફસાયેલ લાશને બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતીઉલ્લેખનીય છે કે જીરું અને ઇસબગૂલ ભરેલી ટ્રકના ચાલકે ત્રણ કિલોમીટર દૂર ફરીને જવું પડે તે માટે ઓવરબ્રિજ પર આવેલ ઇમર્જન્સી એકજેટ પોલ ખોલી રોંગ સાઇડમાં આવી રહ્યો હતો જે ટ્રક ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ ટ્રેલર ના ચાલક અને ક્લીનરે જીવ ગુમાવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News