બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયા ગમખ્વાર અકસ્માત : અકસ્માતમાં ત્રણ ના મોત, 13 ઘાયલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-11 13:08:44
  • Views : 416
  • Modified Date : 2021-06-11 13:08:44

     બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં જનક વધારો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી સતત અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં કેટલાય માસુમ લોકોની જિંદગી પણ હોય છે ત્યારે આવો એક અકસ્માત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામ નજીક સ્વીફ્ટ કાર અને ટવેરા ગાડી વચ્ચે સર્જાયો હતો. જેમાં રાજસ્થાનથી લગ્ન પ્રસંગે પૂરો પરિવાર ટવેરા ગાડી લઈ અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલ શિફ્ટ ગાડી ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટવેરા ગાડીમાં બેઠેલા બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા જ્યારે 13 થી પણ વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

     તો બીજી તરફ ડીસા-રાધનપુર હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતની વિગતો જોઈએ તો આજે વહેલી સવારે શિહોરી બ્રિજ પર એક ટ્રેલર હતું તે સમયે પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રેલરે ઉભા રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી જેથી અકસ્માતમાં ઘટનાસ્થળે ટ્રેલર ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આમ બનાસકાંઠા જિલ્લામાં એક રાત્રિમાં બે અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 13 થી પણ વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

Download Our B K News Today App



Related News