ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને ફટકારાયો 59000 રૂપિયાનો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 17:50:44
  • Views : 937
  • Modified Date : 2019-09-04 17:50:44

ગુરૂગ્રામ ટ્રાફીક પોલીસ તરફથી જાણકારી સામે આવી છે કે, બુધવારે શહેરમાં એક ટ્રક ડ્રાઇવરે 10 નિયમોનું ઉલ્લંઘન કર્યુ, જેના કારણે તેને 59 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક વાહનને ચલાવવા માટે જે સમાન્ય પેપરની જરૂરીયાત હોય છે તેવા ડોક્યૂમેન્ટ પણ ટ્રક ચાલક પાસે ન હતા.


આ નિયમોનું ઉલ્લંઘન કર્યું

લાઇસન્સ ન હતુંનોંધણીનું પ્રમાણપત્ર ન હતુંફિટનેસનું પ્રમાણપત્ર ન હતુંગાડીનો વીમો લેવામાં આવ્યો ન હતોખતરનાક માલ વહન કરવામાં આવી રહ્યો હતોખતરનાક ડ્રાઇવિંગપોલીસના આદેશોનું પાલન ન કરવુંપ્રદૂષણનું પ્રમાણપત્ર ઉપલબ્ધ નથીયલો લાઇટ જમ્પ કરવીરસ્તાઓ પર રેન્ડમ ડ્રાઇવિંગ કરવું અથવા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું તમને વાહન વિના ચાલતા કરી શકે છે. નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત કેટલાક વાહનોને તેમની કિંમત જેટલો જ દંડ ફટકારવામાં આવ્યો છે. આવામાં ગાડીના માલિકને દંડ ભરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. ત્યાં જ સૌથી વધારે સમસ્યા ટૂવ્હિલર ચાલકોને ફેસ કરવી પડી રહી છે. પહેલા મોટર વાહન એક્ટમાં સૌથી ઓછો દંડ 100 રૂપિયા હતો પરંતુ નવા નિયમો અનુસાર હવે 300 રૂપિયા થઇ ગયા છે. ત્યાં જ હેલ્મેટ અથવા સિલ્ટબેલ્ટ લગાવ્યા વિના ગાડી

ચલાવવા પર 100 રૂપિયાના દંડથી વધારી 500 રૂપિયા કરી નાંખવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, 7 જૂનથી અધિક્તમ નિયમોમાં દંડની રકમ લાગૂ કરવામાં આવી છે. પરંતુ સગીર સહિત લગભગ 10 થી 15 નવા નિયમોને લાગૂ કરવામાં આવ્યા છે. 

Download Our B K News Today App



Related News