વડોદરાના મોટા ફોફડિયા ગામમાં તસ્કરોએ રોકડ રકમ સહિત મોબાઈલની લૂંટ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 15:53:36
  • Views : 108
  • Modified Date : 2023-08-11 15:53:36

વડોદરામાં શિનોરના મોટા ફોફડિયા ગામે લૂંટની ઘટના સામે આવી છે. તસ્કરોએ ગત મોડીરાત્રે પેટ્રોલપંપ પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે બે તસ્કરો આવી કર્મચારીને હથિયાર બતાવી લૂંટી રહ્યા છે. તસ્કરો 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયા હતા.શિનોર પોલીસે CCTVના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ વડોદરામાં પાણીની ટાંકીમાં પડતા ચોરનું મોત થયુ છે. નંદેસરીની બંધ કંપનીમાં ચોરીના ઈરાદે બે તસ્કરો ઘૂસ્યાં હતા. જેમાંથી પાણીમાં ડૂબવાથી એકનું મોત થયુ છે. જ્યારે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો છે. અન્ય શખ્સને હાથમાં સાંકળ આવી જતા બચી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કઢાયો છે. યોગેશ ગોહિલ નામના યુવકની પોલીસે અટકાયત કરી છે.

Download Our B K News Today App



Related News