વડગામમાં બસ ન આવતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ સાથે ટ્રાફિક જામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:41:00
  • Views : 386
  • Modified Date : 2019-09-18 12:41:00

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે સાંજના સમયે સ્કૂલ છૂટ્યા બાદ એસ.ટી.બસ સ્ટેન્ડ ન આવતાં વિદ્યાર્થી રજળી પડયા હતા. જેને લઇ પાલનપુર મુક્તેશ્વર એસ.ટી.બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા બસને રોકીને થોડીવાર માટે વડગામ બસસ્ટેશન પર ટ્રાફિક ચક્કા જામ કરીને એસ.ટી.સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વડગામ ખાતે મંગળવાર સાંજે સ્કૂલો છૂટ્યા બાદ  વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થી ઓ રજળી પડયા હતા. જેને લઇને વિદ્યાર્થીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. બસ સ્ટેન્ડ પર પાલનપુર મુક્તેશ્વર બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓએ બસમાં ચઢવા માટે પડાપડી કરી હતી. એસ.ટી.ઘેટાં બકરાની જેમ મુસાફરો ખીચોખીચ ભરાયાં હતા.અને વિદ્યાર્થીઓને બસ માટે હાલાકીઓ વેઠવી પડી રહી હતી. વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી છુટ્યાના કલાક બાદ પણ બીજી કોઈ બસ ન આવતાં. વિદ્યાર્થીઓને  ઘરે જવા માટે રઝળપાટ કરવી પડી હતી. જેને લઇ વિદ્યાર્થી ઓએ વડગામ એસ.ટી.સ્ટેન્ડ પર બસ રોકીને થોડીવાર માટે ટ્રાફિક ચક્કા જામ કરતા થોડીવાર માટે વડગામ શહેરમાં હલચલ મચી ગઇ હતી. આ અંગેની જાણ વડગામ પોલીસ ને થતાં તાબડતોડ વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.મોહનીયા ઘટના સ્થળે દોડી આવીને  વિદ્યાર્થીઓના ટોળાને વિખેરી ને મામલો થાળે પાડયો હતો.  વિદ્યાર્થીઓ દ્વારા વડગામ પંથકમાં સ્કૂલના સમયે એસ.ટી.બસો શરૂ કરવા માંગ કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News