બનાસ નદીના પુલ પર ટ્રાફિકની લાંબી કતારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 12:05:06
  • Views : 489
  • Modified Date : 2019-05-03 12:05:06

છેલ્લાં ઘણા સમયથી બનાસ નદીના પુલનું સમારકામ ચાલી રહ્યું છે આ પુલનું કામકાજ ગોકળ ગતિએ ચાલે છે જેના કારણે એક બાજુનો રસ્તો બંધ છે. જેના કારણે આ પુલ ઉપર અવારનવાર ટ્રાફિક સર્જાતો હોય છે અને ગતરોજ સવારથી જ આ પુલ ઉપર ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી. જેનાથી લોકો અકળાઇ ઉઠયા હતા.
ડીસામાં આવેલા બનાસ નદીના પુલનું કામકાજ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. પુલ વચ્ચેથી બેસી જતા આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પણ આ પુલનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જેનાથી શહેરીજનો આસપાસના ગામલોકો હેરાન પરેશાન થઇ ગયા છે. પુલના કામકાજના લીધે અહીંયા ટ્રાફિકની સમસ્યા રોજ ઉદભવતી હોય છે. જ્યારે ગુરૂવારે ટ્રાફિકની સમસ્યા અંતિમ ચરણમાં પહોંચી ગઈ હતી અને લગભગ એક થી બે કિલોમીટર લાંબી કતારો લાગી હતી. ડીસા શહેરનો ધંધો રોજગાર સાથે સંકળાયેલા આજુબાજુના ગામડામાંથી આવતા લોકો પણ આ પુલ મારફતે આવે છે. ડીસાની જીવાદોરી સમાન આ પુલનું મહત્વ છે. ડીસામાં આવેલો આ એકમાત્ર પુલ બીજા શહેરોથી ડીસા શહેરને જોડે છે. આ ઉપરાંત આ પુલ એટલે પણ મહત્વનો છે કે સરહદને જોડતો પણ આ એકમાત્ર પુલ છે. ત્યારે તંત્ર દ્વારા આ પુલ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ છે.

Download Our B K News Today App



Related News