કચ્છ જિલ્લાના માંડવીમાં વાહન વ્યવહાર ઠપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 15:12:22
  • Views : 129
  • Modified Date : 2023-06-16 15:12:22

કચ્છ જિલ્લાના માંડવીમાં નલિયા રોડ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે. હજી પણ ભારે પવન અને વરસાદ યથાવત છે. આકાશમાં કાળા કાળા વાદળો જોવા મળી રહ્યા છે.અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાના પગલે આ રસ્તા પર વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે. જનજીવન પ્રભાવિત થયુ છે. બિપરજોય વાવાઝોડુ કચ્છમાં પહોંચ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ ખૂબ જ વરસ્યો હતો. જેના લીધે ભારે નુકસાન થયુ છે.

Download Our B K News Today App



Related News