ભારતથી પણ વધુ આકરા ટ્રાફિક નિયમ, માત્ર દંડ ભરવા લેવી પડે છે લોન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 11:50:42
  • Views : 643
  • Modified Date : 2019-09-14 11:50:42

અમેરિકામાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ થાય છે આકરો દંડ

સીટ બેલ્ટ બાંધ્યા વગર – 25 ડૉલર (અંદાજે 18000 રૂપિયા)
લાઇસન્સ વગર – 1000 ડૉલર (અંદાજે રૂ. 72,000)
હેલ્મેટ વિના – 300 ડૉલર (અંદાજે 22,000 રૂપિયા)
નશાની હાલતમાં ડ્રાઇવિંગ – ત્રણ મહિના સુધી લાઇસન્સ રદ અને દંડ
ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ - 10 હજાર ડૉલર (અંદાજે 7.23 લાખ રૂપિયા)

સિંગાપોરમાં સિગ્નલ પર નથી હોતી પોલીસ છતાં નિયમોનું પાલન

અમેરિકાની જેમ સિંગાપોરમાં પણ ટ્રાફિકના નિયમો એટલા કડક છે કે, ડ્રાઇવરો જાતે જ તમામ સાઈન અને રોડ માર્કિંગને અનુસરે છે. ભારતની જેમ સિંગાપોરમાં પોલીસ ડ્રાઇવરો ઝિબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક લાઇટનું પાલન કરે છે કે નહીં તે ચેક કરવા માટે ઠેકઠેકાણે ઊભી નથી રહેતી.

અહીં નિયમ તોડ્યો તો આવી જ બન્યું સમજો

સીટ બેલ્ટ બાંધ્યા વગર - 8000 રૂપિયા
લાઇસન્સ વિના – રૂપિયા 3 લાખ
નશાની હાલતમાં ડ્રાઇવિંગ - 5000 ડૉલર (અંદાજે 3.59 લાખ રૂપિયા) અને 3 મહિના જેલ, બીજી વખત ગુનો કરો તો રૂપિયા 7 લાખનો દંડ
ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ – 1000 ડૉલર (અંદાજે રૂ. 72,000) અથવા 6 મહિનાની જેલની સજા

રશિયામાં વાહન ગંદુ હોય તો પણ થાય છે આકરો દંડ

રશિયામાં માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પૂરતું નથી. તમારે તમારી કારને પણ સ્વચ્છ અને સુંદર રાખવી પડે છે. અહીં વાહન ગંદુ હોવા બદલ 3000 રશિયન રુબલ (અંદાજે 3240 રૂપિયા)નું ચલણ ફાડવામાં આવે છે. જોખમી રીતે વાહન ચલાવવું (રેશ ડ્રાઈવિંગ) ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. કારમાં દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. દારૂના નશામાં વાહન ચલાવવા બદલ 50 હજાર રુબલ (લગભગ 54000 રૂપિયા)નો દંડ થાય છે. આ ઉપરાંત ત્રણ વર્ષ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરવામાં આવે છે.

દુબઈમાં ગંદી, તૂટેલી ગાડીને સ્ક્રેપયાર્ડમાં મોકલી દેવાય છે

રશિયાની જેમ દુબઈમાં પણ ગાડી ગંદી હોય તો ભારે દંડ ભરવો પડે છે. દુબઇની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જગ્યાએ ગંદી ગાડી દેખાય તો 500 દિરહામ (લગભગ 10 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રઢપણે માને છે કે, મોટે ભાગે ડ્રાઇવરો કારને જાહેર પાર્કિંગમાં પાર્ક કરીને લાંબી રજાઓ પર જતા રહે છે. પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન જો ગંદુ હોય, તૂટેલું કે ક્ષતિગ્રસ્ત હોય તો તેને ભંગાર જાહેર કરીને સ્ક્રેપયાર્ડમાં મોકલી દેવામાં આવે છે.


ભૂતાન: ટ્રાફિક સિગ્નલ વગર પણ નિયમોનું પાલન

ભૂતાન ભલે લગભગ દરેક બાબતમાં ભારત કરતા ઘણો પાછળ હોય, પરંતુ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાં તે આપણા દેશ કરતા ઘણો આગળ છે. ભૂતાનમાં ટ્રાફિક સિગ્નલ વિના પણ ટ્રાફિક સરળતાથી ચાલે છે અને લોકો પોલીસકર્મીઓ હાજર ન હોવાં છતાં પણ ટ્રાફિકના નિયમોનું સમજદારીથી પાલન કરે છે. અહીંયા ડ્રાઇવરો ક્યારેય પોતાની લેન છોડીને બાજુની લેનમાં પ્રવેશતા નથી.

તાઈવાનઃ દેશ ભલે નાનો પણ દંડ બહુ આકરો

તાઈવાન ભારત કરતા ઘણો નાનો દેશ છે અને આ દેશ પણ લગભગ દરેક બાબતમાં ભારતથી ઘણો પાછળ છે. તાઇવાન એક સમયે ચીનનો ભાગ હતો. અહીં દારૂના નશામાં વાહન ચલાવવા બદલ 4 લાખ રૂપિયા સુધીનો આકરો દંડ વસૂલવામાં આવે છે.

ફિનલેન્ડઃ વ્યક્તિની આવકને આધારે દંડ ફટકારતો દેશ

ફિનલેન્ડમાં દંડની રકમ કરવાની રીત દુનિયાથી સાવ અલગ છે. અહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારની આર્થિક સ્થિતિ અનુસાર તેનો દંડ નક્કી કરવામાં આવે છે. મતલબ કે, વ્યક્તિની જેટલી વધુ કમાણી હોય તેન દંડ પણ એટલો આકરો હોય છે. ફિનલેન્ડ કદાચ આવકનાં આધારે દંડ ફટકારનાર વિશ્વનો એકમાત્ર દેશ છે.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ): પીડાદાયક સજાની જોગવાઈ

અરબી દેશો હંમેશા તેમના કડક નિયમો અને આકરા દંડ માટે ચર્ચામાં રહે છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરનારને કોરડા ફટકારવાની પીડાદાયક સજા આપવામાં આવે છે. તેથી, ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનનાં કિસ્સાઓ અહીં ખૂબ ઓછાં છે.

Download Our B K News Today App



Related News