હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો, બાયપાસ માર્ગ પર સતત જામની સ્થિતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:46:36
  • Views : 69
  • Modified Date : 2024-02-23 13:46:36

હિંમતનગર શહેરમાં ટ્રાફિકને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ આવતો નથી. શહેર ટ્રાફિક માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવા છતાં પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. શહેરના ટાવર ચોક, ગાયત્રી મંદિર રોડ, મહાવીરનગર, છાપરિયા ચાર રસ્તા, સહકારી જીન વિસ્તાર અને મોતીપુરામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે.છેલ્લા કેટલાક સપ્તાહથી બાયપાસ રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાયેલી જોવા મળી રહી છે. બાયપાસ રોડનું કાર્ય ચાલતુ હોવાને લઈ સમસ્યા હોવાનું કારણ આગળ ધરવામાં આવે છે. જોકે સૌથી મોટી સમસ્યા રોડ પર કોઈ જ ટ્રાફિક નિયમન નહીં હોવાને લઈ જામ થઈ જઈ રહ્યો છે. જિલ્લા પંચાયત અને નવુ સરકીટ હાઉસ, સાબર સ્ટેડિયમ સહિતની મહત્વના સ્થળ હોવા છતાં ટ્રાફિકની સમસ્યાનો હલ નિકાળવામાં આવી રહ્યો નથી. જેને લઈ હવે અન્ય વિભાગના અધિકારીઓમાં અને સ્થાનિક લોકોમાં પણ સવાલો થવા લાગ્યા છે.

Download Our B K News Today App



Related News