ડીસા સાંઈબાબા મંદિર ખાતે સરકાર દ્વારા ફૂટવેરમાં GST વધારો કરતા વેપારીઓ ધરણા પર બેઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:26:10
  • Views : 264
  • Modified Date : 2022-01-05 12:32:11

 

સમગ્ર ભારતભરમાં 2020 અને 2021માં કોરોના આતંક મચાવ્યો હતો અને સરકાર દ્વારા સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને આર્થિક તંત્ર પડી ભાગ્યું હતું પરંતુ જે બાદ કોરોના નાની બીજી લહેર માં કોરોનાના સતત કેસમાં વધારો થતાં અનેક લોકો તેના ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા તેમજ તમામ નાના વેપારીઓ ના ધંધા પડી ભાંગ્યા હતા જે બાદ ધીમે ધીમે કોરોના કેસ માં ઘટાડો થતા સરકાર દ્વારા ધંધા-રોજગાર ચાલુ કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી અને ત્યાર પછી ફરી કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે તેમ એમીક્રોન વાયરસ પણ માથુ ઊંચક્યું છે તેવામાં  સરકાર દ્વારા ફૂટવેરમાં જી.એસ. ટી.ના પાંચ ટકાથી વધારો કરીને 12% જેટલો જી.એસ.ટી માં વધારો કરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.સરકાર દ્વારા GSTમાં વધારો કરવામાં આવે તો  તમામ નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા તેમ છે.તેમજ તેમના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલીમાં મુકાય તેમ છે જેથી આજે ડીસાના  ફૂટવેર એસોસિએશનના વેપારીઓ ડીસાના સાઈબાબા મંદિર ખાતે સરકારના નિર્ણય સામે ધરણા પર બેઠા હતા અને તાત્કાલિક જીએસટી પાછો લેવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા. અને જો આગામી સમયમાં સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 
ભીલડીમાં જીએસટીના મુદ્દે ફૂટવેરની દુકાનોનો વેપારીઓ હડતાળ ઉપર

 

 જ્યારે બીજી બાજુ ડીસા તાલુકાના ભીલડી માં પણ ફુટવેરમાં જીએસટીનો ટકાના વધારા સામે તમામ દુકાનદારોએ એક દિવસનો બંધ પાળી સરકાર સામે વિરોધ દર્શાવ્યા હતો અને દુકાનદારોએ ભેગા થઈ સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા થોડા સમય પહેલા કાપડ પરના જીએસટી મુદ્દે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે સરકારે કાપડ પરનો  જીએસટીનો વધારો મોફુક રખાયો છે પરંતુ ફુટવેરમાં લાગુ કરાતા બુટ ચંપલ એસોસિએશન દ્વારા જીએસટી બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે  જેમાં સમગ્ર ભીલડીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે અગાઉ બુટ ચંપલ ઉપર પાંચ ટકા જીએસટી લગાવામાં આવતો હતો જેમાં વધારો કરી અત્યારે બાર ટકા જીએસટી લાગુ કરતા  ફૂટવેર એશોસિએશન દ્વારા દુકાનો બંધ રાખી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે

Download Our B K News Today App



Related News