ડીસા તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં હવે શૌચાલયના ગંદા પાણીથી વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 13:12:45
  • Views : 229
  • Modified Date : 2021-09-09 13:12:45

     ડીસા તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં હવે શૌચાલયના ગંદા પાણીથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત અધિકારી બી ડી સોલંકી દ્વારા અહીં આવતા અરજદારોને સારી સુવિધાઓ મળી રહે તે માટે અનેક સરકારી ગ્રાન્ટ થકી કામો કરવામાં આવ્યા છે પરંતુ આજે પણ તાલુકા પંચાયતમાં સરકારી ગ્રાન્ટો મા યોગ્ય કામ ના થયું હોય તેઓ દેખાઈ રહી છે ડીસા તાલુકા પંચાયતમાં તાજેતરમાં પંચાયતના કામકાજ અર્થે આવતા અરજદારો માટે લાખો રૂપિયાના ખર્ચે તાલુકા પંચાયતમાં સૌચાલય બનાવવામાં આવી છે પરંતુ શૌચાલય હાલ બાજુમાં આવેલા ૫૦થી પણ વધુ વેપારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા સૌચાલય તો બનાવવામાં આવી છે પરંતુ સંચાલન ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા સૌચાલય માંથી ગંદુ પાણી બહાર નીકળે છે અને તેના કારણે તેની દુર્ગંધથી બાજુમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે બાબતે વેપારીઓએ તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી ગંદા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી તે ઉપરાંત એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ સરકારની સ્વચ્છતા અભિયાન ના ધજાગરા ઉડાડતા દ્રશ્યો ડીસા તાલુકા પંચાયત સરકારી ઓફિસો આગળ જોવા મળ્યા હતા. તાલુકા પંચાયત માં આવેલી તમામ ઓફિસો આગળ માત્ર ને માત્ર કચરો અને ગંદકી જોવા મળી રહી છે સફાઈ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની તાલુકા પંચાયતમાં સફાઈ થતી નથી જેના કારણે તાલુકા પંચાયતમાં રોગચાળો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે એના વેપારીઓ પણ તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News