બનાસકાંઠા જિલ્લામાં આજે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ આજે ભારત સરકાર દ્વારા હોલમાર્કને લઇ નક્કી કરવામાં આવેલા નિયમના વિરોધમાં બંધ પાળીને સરકાર દ્વારા આ કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:09:44
  • Views : 385
  • Modified Date : 2021-08-24 12:09:44

     તાજેતરમાં ભારત સરકાર દ્વારા સોનાના હોલમાર્કમાં  6 અક્ષરનો એચ.યુ.આઈ.ડી. કોડ મુકવાના લેવાયેલા નિર્ણયને લઇ સુવર્ણકાર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે.. સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે કોરોના કાળને પગલે ધંધા રોજગાર પર માઠી  અસર પડી છે અને તેવામાં સરકાર દ્વારા લદાયેલા આ નિયમને પગલે  વેપારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે.. વેપારીઓ જણાવી રહ્યા છે કે દાગીનાના હોલમાર્ક કરવામાં જ આઠેક દિવસ જેટલો સમય વીતી જાય છે અને આ નિયમને પગલે સોના-ચાંદીના ધંધા રોજગાર ભાંગી પડશે અને તેનાથી બેકારીમાં વધારો થશે.

 

Download Our B K News Today App



Related News