ડીસાની આદર્શ સ્કૂલ પાસે ગટરનું પાણી દુકાનોમાં ઘુસી જતા વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:14:21
  • Views : 315
  • Modified Date : 2021-09-11 12:14:21

     ડીસાની આદર્શ સ્કૂલ પાસે ગટરનું ગંદુ પાણી દુકાનો આગળ કરતાં વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે ડીસા શહેરના જલારામ થી આદર્શ સ્કૂલ વચ્ચે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે પરંતુ આ ભૂગર્ભ ગટરની કનેક્શન યોગ્ય જોડાણ ન હોવાના કારણે આટલું ગંદું પાણી બહાર આવી રહ્યું છે જેના કારણે બીજાની આદર્શ સ્કૂલ પાસે આવેલ ૫૦થી પણ વધુ દુકાનદારો આ ઘટના ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ ગંદા ગટરના પાણીના નિકાલ માટે વેપારીઓ દ્વારા ચાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતા હજુ સુધી આ ઘટના પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે અહીં ધંધા-રોજગાર અર્થે સ્થાઈ થયેલા 50 થી પણ વધુ દુકાનદારોને આ ઘટના ગંદા પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે હાલ તો આ વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે જેથી આ વિસ્તારના 50 જેટલા દુકાનદારો સહેલાઈથી વ્યવસાય કરી શકે.

Download Our B K News Today App



Related News