ડીસા શહેરમાં શાળાના બાંધકામ માટે બંધ કરવામાં આવેલા માર્ગે વેપારીઓ આ માર્ગ ફરીથી ખુલ્લો કરવાની માંગ કરી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:40:29
  • Views : 313
  • Modified Date : 2021-09-01 12:40:29

     આ છે વેપારી મથક ડીસા શહેરના હાર્દ સમાન ગાંધીચોક વિસ્તાર.. ગાંધીચોક વિસ્તારમાં ડીસાનીની મોટાભાગની વેપારી પેઢીઓ આવેલી છે અને આ વિસ્તારને જ ડીસાનો મુખ્ય વિસ્તાર માનવામાં આવે છે.. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ વિસ્તારના ધંધા-રોજગાર માઠી અસર જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ આ વિસ્તારમાં એક શાળાનું બાંધકામ કરવા માટે અહી એક રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો... આ રસ્તો ડીસા શહેરના ગાંધીચોકને જોડતો મહત્વનો રસ્તો હોવાથી આ રસ્તો બંધ થઈ જવાના લીધે અહી આવતા લોકોની અવરજવર ખૂબ જ ઓછી ગઈ થઈ છે અને તેની અસર આ વિસ્તારના ધંધા રોજગાર પર પડી રહી છે.. અહી આવેલી તમામ વેપારી પેઢીઓ રસ્તો બંધ થવાના લીધે મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે.. અને આ રસ્તો ઝડપથી ખુલ્લો કરવાની માંગ કરી રહી છે.

Download Our B K News Today App



Related News