ગાંધીનગરમાં ટોય મ્યુઝિયમ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 12:02:32
  • Views : 399
  • Modified Date : 2020-08-31 12:02:32

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે મનકી બાતમાં ટોય એટલે કે રમકડાંની વાત કરી.... તેમના ગુજરાત માટેના અનોખા પ્રેમ સાથે ખાસ વિઝનમાં ગાંધીનગર ખાતે ટોય મ્યુઝિયમ (બાલ ભવન) બનાવવાની પણ યોજના બનાવી છે... જેમાં શાહપુર નજીક ગિફ્ટ સિટીની નિશ્રામાં ભવ્ય આકાર પામનારા બાળભવનમાં બાળકો માટે અનોખી દુનિયાનું નિર્માણ થશે... તેના પગલે પગલે સમગ્ર દેશ, ગુજરાત દ્વારા ખાસ કરીને ચીન અને અન્ય દેશોમાંથી રમકડાંની મોટાપાયે કરવામાં આવતી આયાત પણ નિયંત્રણમાં આવશે... અને આપણે, આપણા બાળકો પણ નવા વિઝન સાથે આત્મ ર્નિભર બનશે. રમકડાંની આ અલગ જ દુનિયામાં અત્યારે ગાંધીનગરના રાજમાર્ગો પર ફોલ્ડીંગ સ્ટુલ્સની સાથે જાતે બનાવેલાં વિવિધ સાઈઝના રંગબેરંગી ટ્રેક્ટર અને અન્ય રમકડાં વેચાઈ રહ્યા છે... આ મહિલાને કદાચ પોતાના બાળકોને તો રમાડવાનો સમય પણ નહી મળતો હોય.... પણ પાટનગરનાં બાળકોને ટોય યુગમાં લઈ જવામાં જરૂર મદદરૂપ થઈ શકે છે..!!!

Download Our B K News Today App



Related News