નવસારીના દરિયાકાંઠે પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 16:20:05
  • Views : 100
  • Modified Date : 2023-06-13 16:20:05

બિપરજોય વાવાઝોડાની શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે સાવચેતીના પગલા લેવાયા છે. પોલીસ વિભાગે વાવાઝોડાને પગલે 52 કિલોમીટરના દરિયાકાંઠા પર સહેલાણીઓ અને માછીમારો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ છે. જિલ્લામાં વિવિધ પોઇન્ટ બનાવીને ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. દરિયા કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી-પાણી થઇ ગયું છે. માધુપુર, ગીર, સરસ્વતી નદી વરસાદના કારણે પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે.

Download Our B K News Today App



Related News