પાલનપુરમાં કરોડોના ખર્ચે બનેલ નવિન બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે પ્રવાસીઓ વલખા મારી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:13:28
  • Views : 283
  • Modified Date : 2021-07-02 12:13:28

     પાલનપુર જુનું બસસ્ટેન્ડ તોડી નવિન ઉભુ કરાયેલ બસ સ્ટેશનમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે..વરસાદના કારણે થોડાક દિવસ અગાઉ મોટરનું વાયરીંગ બળી ગયુ હતુ ત્યારે લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલ બસ સ્ટેેશનમાં પાણીની ઓરડીના કામમાં વેઠ વળાતા ચોમાસામાં ઓરડીમાં પાણી પડી રહ્યુ છે..ઓરડીમાં કેટલીક જગ્યા પર પ્લાસ્ટર ન કરતા પાણી અંદર ઉતરી જવા પામ્યુ છે..તેમજ બસમાં મુસાફરી કરવા આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે એસટી વિભાગ દ્રારા સત્વરે પાણીની પરબ શરુ કરવામાં આવે તેવી માંગ ઉ઼ઠી છે.

Download Our B K News Today App



Related News