ધાનેરામાં ડીપ્થેરીયાના વધુ ૪ કેસ મળી આવ્યા ટોટલ ૧૮ કેસ નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 11:34:30
  • Views : 389
  • Modified Date : 2019-10-16 11:34:30

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના કેશને લઇને સમગ્ર જિલ્લા અને ગાંધીનગર સુધીમાં દોડમ દોડ થવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ આ બાબતે એલર્ટ કરવામાં આવતા તાલુકાભરમાં તમામ આરોગ્ય કર્મીઓ આ રસીકરણની કામગીરીમાં લાગ્યા છે. ત્યારે તાલુકામાંથી વધુ ચાર કેસ બહાર આવતા આરોગ્ય વિભાગની કામગીરી વધી જવા પામી છે. અગાઉ આરોગ્ય વિભાગના કર્મીઓએ રસી ન આપ્યાના સવાલ ઉભા થવા પામ્યા છે.
ધાનેરા તાલુકામાં જાણે બે ચાર મહિનાથી લોકોના આરોગ્ય ઉપર કોઇની નજર લાગી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. છેલ્લાં બે મહિનાથી  વાયરલ ફિવરના કારણે તમામ દવાખાનાઓ ફાઉસફુલ જોવા મળી રહ્યા છે.  સરકારી હોÂસ્પટલમાં તો એક પલંગ ઉપર બે બે દર્દીઓને ઉઘાડવા પડી રહ્યા છે.  તેમાં પણ ધાનેરા તાલુકામાં ડેગ્યુના કેસમાં પણ વધારો થયા કરે છે જેથી લોકો અને આરોગ્ય વિભાગ બન્નેની ઉંઘ હરામ થવા પામી છે અને તેમાં બાકી રહી જતું હોય તેમ છેલ્લાં ૨૦ દિવસથી ડીપ્થેરીયાના કેસ બહાર આવતા અને તેમાં પણ ચાર બાળકોના મોત નિપજતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થવા પામી છે.  તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તાલુકામાં ૫૦ જેટલી ટીમો બનાવીને તમામ બાળકોને રસીકરણ આપવાની કામગીરી પુરજાશમાં કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં પણ આજે ચાર ડીપ્થેરીયાના વધારાના ચાર કેશ બહાર આવતા તપાસ વધી જવા પામી છે.

Download Our B K News Today App



Related News