ડીસામાં રખડતાં ઢોરનો ત્રાસ : દામા ઠાકોરવાસ નજીક બે આખલાઓએ એક વ્યક્તિને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:34:25
  • Views : 235
  • Modified Date : 2022-01-17 12:34:25

ડીસા તાલુકાનાં માલગઢ ગામના વતની અને ઓઢવા ખાતે રહેતા શિવાભાઈ માળી આખલાનો શિકાર બન્યા છે.. મોટર સાઇકલ પર પોતાના ઘરે જતી વખતે દામા ઠાકોરવાસ નજીક રસ્તા પર લડાઈ રહેલા બે આખલાઓએ શિવાભાઈ માળીને અડફેટે લેતા શિવાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.. ગનીમતે શિવાભાઈ માળીએ હેલ્મેટ પહેરેલું હોવાના લીધે તેમનો જીવ બચી ગયો હતો પરંતુ ગંભીર ઇજાઓ થતાં તેમણે આઈ.સી.યુ.માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..

 

ડીસામાં નાયબ કલેક્ટર દ્વારા તાજેતરમાં સ્થાનિક વહીવટી તંત્રને રસ્તામાં રખડતા પશુઓને પકડી પાડવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હોવા છતાં તંત્રમાં હજુ પણ બેફિકરાઈ જોવા મળી રહી છે.. અને બેફિકરીનો ભોગ ડીસા તાલુકાનાં માલગઢના વતની અને ઓઢવા ગમે રહેતા શિવાભાઈ માળી બન્યા છે.. શિવાભાઈ માળી તેમના મોટર સાઇકલ પર તેમના ઘરે જતાં હતા તે દરમ્યાન દામા ઠાકોરવાસ નજીક રસ્તા પર બે આખલા લડાઈ રહ્યા હતા અને અચાનક શિવાભાઈ માળીને અડફેટે લઈ લીધા હતા.. આખલાઓએ શિવાભાઈને અડફેટે લીધા ત્યારે શિવાભાઈના માથામાં પહેરેલું હેલ્મેટ પણ ચિરાઈ ગયું હતું.. અને હેલ્મેટના લીધે માથાના ભાગે પહોંચનારી ગંભીર ઇજાથી બચી ગયા હતા.. પરંતુ તેમ છતાં આખલાઓએ શિવાભાઈ માળીને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાથી શિવાભાઈ માળીની હાલત એકદમ નાજુક થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાના આઈ.સી.યુ.માં મોકલવામાં આવ્યા હતા.. અને અત્યારે શિવાભાઈ માળીને હેત આઈ.સી.યુ.માં સારવાર આપવામાં આવી રહી છે.

 

Download Our B K News Today App



Related News