વિજાપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 18:22:50
  • Views : 75
  • Modified Date : 2023-11-26 18:22:50

મહેસાણા જિલ્લામાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોધમાર કમોસમી વરસાદ વરસવાને લઈ જાણે કે ચોમાસુ બરાબર જામ્યુ હોય એવો માહોલ સર્જાયો હતો. મહેસાણા જિલ્લાના કડી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. વિજાપુરમાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.કમોસમી વરસાદે પણ લોકોને પરેશાન કરી દીધા હતા. કમોસમી વરસાદ પણ એટલો ધોધમાર વરસ્યો હતો કે અનેક રસ્તાઓ પર પાણી વિજાપુરમાં ભરાઈ જવા પામ્યા હતા. ટીબી રોડ વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ભરાઈ જવાને લઈ વાહનચાલકો પરેશાન થયા હતા. વિજાપુરના મુખ્ય રસ્તાઓ પૈકીનો આ એક મુખ્ય રોડ છે.

Download Our B K News Today App



Related News