સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-23 16:00:16
  • Views : 157
  • Modified Date : 2023-07-23 16:00:16

રાજ્યમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે. જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. ત્યાં સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના કિમ, કરંજ, કિમ ચાર રસ્તા, લીમોદરા, હરિયાલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો આ તરફ કિમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ તેમજ કીમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા છે.તો રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. આ બાજુ જૂનાગઢમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ પણ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા.

Download Our B K News Today App



Related News