દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 14:58:41
  • Views : 125
  • Modified Date : 2023-07-22 14:58:41

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ કરી હતી. જેના પગલે વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ, પારડી અને વાપી તાલુકામાં ચાર કલાક ભારે વરસાદ વરસ્યો હતો. જેથી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ વાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય અંડરપાસ પણ પાણી ભરાવાના કારણે બંધ કરાયો છે. તો અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી કરાઇ શરૂ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News