બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 15:44:48
  • Views : 97
  • Modified Date : 2023-06-17 15:44:48

બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ પણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મોરબીમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે માળીયા-પાલનપુર હાઈવે પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Download Our B K News Today App



Related News