દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ, મોટાભાગના ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:19:31
  • Views : 98
  • Modified Date : 2023-07-21 16:19:31

 હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે જિલ્લાના ચારે તાલુકામાં મેઘ કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તેમજ દ્વારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદના પગલે લાંબા ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ ભાટિયા શહેરની મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બજારોમાં પણ પાણી વહેતા થયા છે. જેના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News