છાપીની બજારોમાં તોલમાપના દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 11:01:29
  • Views : 493
  • Modified Date : 2020-05-30 11:01:29

લોકડાઉન ૪ માં સરકાર દ્વારા વેપારીઓને છૂટછાટ આપી છે. તેમજ માર્કેટ ખુલતાની સાથે જ
પાનમસાલા, ગુટખા, બીડી સહિત જીવનચજરૂરી ચીજવસ્તુઓની પણ ભારે અછત સર્જાઈ છે. જેનો લાભ લઇ કેટલાક વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદ બનાસકાંઠા તંત્ર મળતા જ વડગામ તાલુકાના છાપીની બજારોમાં તોલમાપ વિભાગની ટીમ સક્રિય બનવાની સાથે જ
 વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. છાપીમાં તોલમાપ વિભાગે ટીમ બનાવી મહેશભાઈ મહેશ્વરી નામના વેપારીઓને ત્યાં દરોડા
પાડયા હતા તથા ૪૦૦૦ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પાનમસાલા, ગુટખા, બીડી, તેમજ કરિયાણાની દુકાનો પર એમઆરપી કરતા વધારે કિંમત લેતા તેમજ વજન કરતા ઓછું આપતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ તોલમાપ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નાના
વેપારીઓને ટાર્ગેટ કરાયા હોય તેવું લાગી રહ્યું હતુ. છાપીમાં અચાનક ત્રાટકેલી ટીમે નાના
 વેપારીઓ પાસે ડંડ વસુલ કરી જ્યારે મોટા વેપારીઓ સામે રહેમ નજર રાખી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. શું છાપીની બજારમાં માત્ર એક જ વેપારી આ પ્રવૃત્તિ કરતો હતો? છાપીમાં ઊડીને આખે વળગે તેવા મોટા
વેપારીઓ રેડ કરવા આવેલ અધિકારીઓને કેમ ના દેખાયા?  સાથેવ અનેક તર્કવિતર્ક નાના
વેપારીઓમાં સર્જાયા હતા અને નાના વેપારી બેડામાં રોષ જોવા મળ્યો હતો. તોલમાપના દરોડાથી વજનમાં ગફલો કરતા વેપારીઓમાં માત્ર નાની માછલીઓ જ હાથે લાગી. જ્યારે મોટા મગરમચ્છ બચી જતા રેડ કરવા આવેલ અધિકારીઓ અને તંત્ર પણ ક્યાંકને ક્યાંક શંકાના દાયરામાં હોય તેમ જણાઇ રહ્યુ છે.


Download Our B K News Today App



Related News