દૂધ અને છાસની કિંમત કરતા વધુ ભાવ વસુલતા ડીસાના હનુમાન ડેરી પાર્લરમાં તોલમાપ વિભાગનો દરોડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 10:50:09
  • Views : 432
  • Modified Date : 2020-10-07 10:50:09

ડીસાના ગાયત્રી મંદિર પાસે આવેલ હનુમાન ડેરીમાં છેલ્લા ઘણા સમયથી દૂધ અને છાસની થેલીમાં કિંમત કરતા વધુ પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદના આધારે મંગળવારે ગ્રાહક સુરક્ષા અને તોલમાપના અધિકારીએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
ડીસા શહેરમાં મોટાભાગની દુકાનોમાં દુકાનદારો ગ્રાહકોને કોઈપણ વસ્તુ કિમત કરતા વધુ ભાવમાં આપે છે. અગાઉ પણ કોરોના વાયરસની મહામારીમાં કરિયાણાના વેપારીઓએ લોકોની મજબૂરી ઉઠાવી અને તમામ વસ્તુઓ ડબલ ભાવે વેચી હતી. ત્યારે ફરી એકવાર ડીસા શહેરમાં કિંમત કરતા ડબલ ભાવે વેચાતી વસ્તુઓની ઘટના સામે આવી છે. ડીસાના ગાયત્રી મંદિર પાસે આવેલ હનુમાન ડેરીમાં છેલ્લા ઘણા સમયથી ડેરીના સંચાલક દ્વારા દૂધ અને છાસની થેલીમાં કિંમત કરતા વધુ પૈસા લેવામાં આવતા હતા. જે બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ડીસાના ગ્રાહક સુરક્ષામાં આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ડીસાના તોલમાપ ઇન્સ્પેક્ટર
પી. એમ. દેસાઈ અને ગ્રાહક સુરક્ષાની ટીમે હનુમાન ડેરી પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાં  ફરિયાદીની ફરિયાદના આધારે દુકાન માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News