પાલનપુરમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ટોળકી ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 11:42:45
  • Views : 1212
  • Modified Date : 2019-07-05 11:42:45

પાલનપુર પંથકમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી તોડ કરી નાણાં પડાવતી ટોળકીને તાલુકા પોલીસે ઝડપી લીધી હતી. ટોળકીમાં પાલનપુર તાલુકાના જગાણાની એક મહિલા અને બે શખ્સો તેમજ કુશ્કલ અને ગઢ ગામના અન્ય બે શખ્સોએ દસથી વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર પંથકમાં એક ટોળકી દ્વારા હનીટ્રેપમાં ફસાવી લોકો પાસેથી નાણાં
પડાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ મળતાં જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી પાલનપુર તાલુકા પીએસઆઇ એ. એમ. પટેલે સ્ટાફના વિનોદભાઇ, ઘેમરભાઇ, ગોવિંદભાઇ, હિતેન્દ્રભાઇ, દિપકભાઇ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં સફળતાં મળતાં હનીટ્રેપમાં ફસાવતી ટોળકીને ઝબ્બે કરી છે. આ શખ્સોએ અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોને
પોતાની ઝાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું ખુલવા
પામ્યું છે. દરમિયા પોલીસે આ ટોળકીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, ન્યાયાધીશે રિમાન્ડ ન આપતાં તમામને પાલનપુર સબ જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા હતા.


Download Our B K News Today App



Related News