આરટીઓ કચેરી ચાલુ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 11:42:46
  • Views : 382
  • Modified Date : 2020-06-06 11:42:46

સરકાર ધીમેધીમે અનલોક તરફ આગળ વધી રહી છે. ત્યારે અનલોક ૧ માં આતરીક છૂટ આપતા પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં
અરજદારોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. આગામી ૪ જુનથી પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં કામકાજ શરૂ કરી અને એપોઈન્ટમેન્ટ પધ્ધતિથી સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં કચેરીના જનસંપર્ક અધિકારી અને આઈ.એમ.વી. સહિતના અધિકારીઓને કામગીરીનું માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન કરવા જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન દરમ્યાન પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં લાયસન્સ રીન્યુ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ માટેની કામગીરી સહિતની કામગીરીઓ બંધ કરવામાં આવી હતી. જેમાં હવે ધીમે ધીમે અનલોક સીસ્ટમ શરૂ કરી છે. ત્યારે પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં ૪ જુનથી નાગરિક સેવાઓનું કાર્ય શરૂ કરવામાં આવી હતી. ત્યારે અરજદારોના એપોઈન્ટમેન્ટને લક્ષમાં રાખી અને સોશિયલ ડિસ્ટન્સ મુજબ એક મીટરના અંતે ગોળ રાઉન્ડ કરી અને
અરજદારોને ઉભા રાખવામાં આવ્યા હતા અને તેની જવાબદારી જી.આઈ.એસ.એફ. ના જવાનોને સોંપી અને તે અંગેનું માર્ગદર્શન અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. કચેરીમાં અરજદારના પ્રવેશ સમયે થર્મલઈન્ફારેડ ડિવાઈસ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ હેન્ડ સેનીટાઈઝર દ્વારા હાથની સફાઈ કરાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કચેરીમાં સવાર-સાંજ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે કામકાજનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ ઃ ૩૦ સુધીનો છે, ત્યારે આરટીઓ કચેરી લાંબા સમય બાદ ખૂલતા કચેરીમાં આર્જદારોના ટોળાં ઉમટી પડ્‌યા હતા.

Download Our B K News Today App



Related News