ટોક્યો ઓલિમ્પિક્સ : મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો મેડલ, વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મળ્યો; શૂટર સૌરભ ચૌધરી સાતમાં સ્થાને રહ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 15:21:47
  • Views : 297
  • Modified Date : 2021-07-24 15:21:47

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે. ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


વડાપ્રધાન મોદીએ પણ મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મીરાબાઈ ચાનૂના શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ઉત્સાહિત છે. સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.

બીજી તરફ, ભારતીય શૂટર સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ 6ઠ્ઠી સિરીઝના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 600 પોઇન્ટમાંથી 586 સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. 575 પોઇન્ટ સાથે તે 17મા ક્રમે રહ્યો છે. ક્વોલિફાઇંગમાં ટોપ -8 સ્થાને રહેનારા શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે. 
શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી.


Download Our B K News Today App



Related News