આજે સમગ્ર ગુજરાતમાં વી.સી.ઈ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:48:54
  • Views : 235
  • Modified Date : 2021-10-06 12:48:54

આજે સમગ્ર ગુજરાતમાં વી.સી.ઈ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં  ડીસામાં પણ આજે વી.સી.ઇ.કર્મચારીઓ આજે એક દિવાસીય પ્રતિક હડતાળ પર ઉતર્યા હતા.. અને પોતાના કામકાજના સમયે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.. વી.સી.ઇ. કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે વર્ષોથી તેમને વળતર પેટે માત્ર કમિશનની રકમ જ ચૂકવવામાં આવે છે.. અને કમિશનથી ખૂબ જ ઓછું વળતર મળતું હોવાના લીધે હવે વી.સી.ઇ.કર્મચારીઓ માંગ કરી છે કે સરકાર દ્વારા વેતન આપવામાં આવે અને તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે... ગુજરાતમાં અત્યારે પંદર હજાર કરતાં પણ વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આ તમામ કર્મચારીઓએ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે.. આજે પ્રતિક હડતાળ પર ઉતરેલા વી.સી.ઇ.કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યુ હતું કે સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે વિચારવામાં નહીં આવે તો આગામી 13મી ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News