આજે મોરબી સહિતના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ 17 ડિગ્રીથી નીચું રહે તેવી સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:43:55
  • Views : 81
  • Modified Date : 2023-12-30 15:43:55

હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ,આણંદ, ભાવનગર,છોટાઉદેપુર, જામનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહીસાગર, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો બીજી તરફ ભરુચ, બોટાદ,ડાંગ, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, નર્મદા,પંચમહાલ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ સુરત અને વડોદરામાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News