આજે રવિવાર ને આઠમ, પાવાગઢમાં ત્રણ લાખ ભક્તો ઉમટશે : તંત્ર સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 14:12:39
  • Views : 420
  • Modified Date : 2019-10-06 14:12:39

સમગ્ર વિશ્વમાં જેનો ડંકો વાગે છે અને ભક્તો જેના ચરણોમાં શીશ નમાવવા હંમેશા તલપાપડ રહે છે તેવા શક્તિપીઠ પાવાગઢમા મહાકાલીમાંના દર્શને સાતમા નોરતે 1.50 લાખ ઉપરાંત માઇભક્તો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ માઁ મહાકાલીના જયજયકારથી ગુંજી ઉઠ્યું હતું.પાવાગઢમાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદે ખમૈયા કરતા આસો નવરાત્રીના સાતમા નોરતે શનિવારની રજાના સમન્વય સાથે સાતમના દિવસે દોઢ લાખ માઇ ભક્તો એ માં કાળીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની જાતને ધન્ય માની હતી આગલા દિવસે સાંજથી જ પગપાળા યાત્રાળુઓનો જનસેલાબ ડુંગર ચડી જતા મંદિર ના નિજ દ્વાર ત્રણ વાગે દર્શન માટે ખોલી દેવાયા હતા જ્યારે રોપવે સેવાનું પણ બે વાગે બુકીંગ શરૂ કરી ત્રણ વાગે સેવા શરૂ કરી દેવાઈ હતી. શનિવાર ના રોજ દોઢ લાખ ઉપરાંત યાત્રાળુઓ આવી પહોચતા આઠમના રોજ રવિવાર હોવાથી આનાથી વધુ સંખ્યા માં યાત્રાળુઓ આવવાનું ગણિત તંત્રએ લગાવી કોઈ અવ્યવસ્થા ના સર્જાય અને યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે જિલ્લા પોલીસ દવારા એક વહીવટી બેઠક બોલાવી અધિકારી કર્મચારીઓને જરૂરી સૂચનો કરાયા હતા સાથે ડુંગર પર મંદિર વિસ્તારમાં વધારાના બે એક્ઝિક્યુટિવ ની નિમણૂક કરાઈ છે મોટી સંખ્યા યાત્રાળુઓ પોહચવાની વકીને લઈ તંત્ર સાબદુ કરી દેવાયું છે .જ્યારે આઠમ ના દિવસે બે વાગેથી જ મંદિરના નિજ દ્વાર ખોલી દેવાશે. જરૂર પડે યાત્રાળુઓ માટે એસટી વિભાગ તરફથી પણ વધુ બસો મૂકી સેવા પૂરી પડાશે.આઠમના દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ પાવાગઢ માં આઠમ ને લઈ અઢી થી ત્રણ લાખ યાત્રાળુઓ આવાની વકી છે. મંદિર ટ્રસ્ટ દવારા ભક્તો ના દર્સન માટે ત્રણ વાગે મંદિર ના દ્વાર ખોલી દેવાશે ત્યાર બાદ માતાજી ની આરતી પછી માતાજી ને પ્રસાદ થાળ ધરાવાશે. માતાજી ને સોળે શણગારવામાં આવશે.સવારે નવ વાગે માતાજીના આઠમના હવન નો પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ સાંજે ચાર વાગે હવનમાં શ્રીફળ હોમ સાથે કરવામાં આવશે

Download Our B K News Today App



Related News