આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ: 3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડી સિટિ આગામી 48 કલાક વધુ ઠંડી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 17:15:15
  • Views : 689
  • Modified Date : 2020-01-09 17:15:15

દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે.જેમાં ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાન 5થી 8 ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા 3 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આમ આજનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન હજુ યથાવત છે. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે. જોકે આગામી 48 કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 5 થી 8 ડિગ્રી ગગડ્યો છે. સમગ્ર રાજ્યમાં 3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ભુજ- 8, રાજકોટ- 9, કંડલા એરપોર્ટ- 8, ડીસા- 8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં તાપમાન વધ્યું હતું. જ્યારે આજથી ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે.ત્યારે હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી 5 દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. એક્યુવેધર મુજબ 11 થી 13 જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. ત્યારબાદ 13 અને 14 જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. 15 અને 16 જાન્યુઆરી લઘુત્તમ તાપમાન 10 અને 11 ડિગ્રી વચ્ચે રહેશે.

Download Our B K News Today App



Related News