આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 13:06:11
  • Views : 95
  • Modified Date : 2023-06-12 13:06:11

 રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે ૧૨૭૮ જેટલા છાપા મારીને ૧૨૭ બાળકો તેમજ ૨૮ તરૂણો સહિત ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ ૨૦૨૩માં પણ આ અભિયાન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા  દ્વારા દર વર્ષે ૧૨મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાળ મજૂરીમાં રોકાયેલા બાળકોની દુર્દશાને પ્રકાશિત કરવાના હેતુથી વર્ષ ૨૦૦૨માં પ્રથમ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. આ હકીકતને ધ્યાને રાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં બાળ શ્રમયોગી અધિનિયમના સફળ અમલીકરણ માટે રાજ્યમાં સૌપ્રથમ વખત વર્ષ ૨૦૦૯માં ‘બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી’ માટે “સ્ટેટ એક્શન પ્લાન ફોર એલિમીનેશન ઓફ ચાઇલ્ડ લેબર સિસ્ટમ” બનાવવામાં આવી હતી. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ અને કિશોર શ્રમયોગી અધિનિયમ-૧૯૮૬નું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. 

Download Our B K News Today App



Related News