ડીસા હિંગળાજ માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ : મોટી સંખ્યામાં કળશ યાત્રા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-06 12:12:44
  • Views : 344
  • Modified Date : 2022-02-06 12:12:44

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં પોતાની એક આસ્થા રાખતા હોય છે જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા હોય છે. ત્યારે ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ હિંગળાજ માતાના મંદિરનો આજે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ડીસા શહેરમાં સૌ પ્રથમવાર સૌથી મોટુ હિંગળાજ માતાનું મંદિર નિર્માણ પામેલ છે જેનો આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડીસા શહેરમાં થી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ખાસ કરીને આ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભૂદેવો દ્વારા હવન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ હવનમાં ભક્તોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેર માટે મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

Download Our B K News Today App



Related News