કચ્છી માંડુઓનું આજે નવું વર્ષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં ટ્વીટ કરી પાઠવી શુભકામના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 15:25:09
  • Views : 84
  • Modified Date : 2023-06-20 15:25:09

અષાઢી બીજના આ પાવન પર્વ પર એક બાજુ રાજ્યમાં લોકો ભગવાન જગન્નાથની આરાધના કરી રહ્યા છે, તો બીજી તરફ આજે કચ્છી માંડુઓનું નવું વર્ષ છે. અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ. આ દિવસે કચ્છી માંડુઓ તાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી માંડુઓને કચ્છી ભાષામાં ટ્વીટ કરી શુભકામના પાઠવી છે.આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે સાથે જ આજના દિવસે કચ્છી માંડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. અષાઢી બીજ એટલે કચ્છનું નૂતન વર્ષ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કચ્છીમાંડુઓને કચ્છી ભાષામાં ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. PM મોદીએ લખ્યું છે કે,“અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, અજજે અવસર તેં દેશ ને દુનિયાંમેં વસધલ ને કચ્છજી ગરવાઈ કે રોશન કરીંધલ મૂંજેં વલેં મિણી કચ્છી ભા, ભેણેં કે મૂં તરફથી ધિલસેં વધાઇયું અને શુભકામનાઉં.”ગુજરાતના કચ્છ ઉપરાંત વિશ્વભરમાં વસતા કચ્‍છી માંડુઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ઉત્સાહભેર ઉજવે છે. અષાઢી બીજના દિવસે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાના વહાણોને શણગારી, અષાઢી બીજનું, દરિયાદેવનું, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે છે. આ દિવસે સતી શૂરવીરના પાળિયાને સિંદુર લગાવીને પૂજા કરવામાં આવે છે. કચ્‍છમાં અષાઢી બીજનું ખૂબ જ મહત્‍વ છે. કચ્‍છીઓમાં એવી માન્‍યતા છે કે જો અષાઢી બીજના દિવસે વરસાદ આવે તો તેને શુકન ગણવામાં આવે છે.દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. આ પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જે બાદ ત્રણેય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News